પ્રજાસત્તાક દિન















પ્રજાસત્તાક દિન

પ્રજાસત્તાક દિન -૨૦૧૩

ઉજવણી

૨૬ મી જાન્યુઆરી-૨૦૧૩ ના પ્રજાસત્તાક દિનની ઉજવણી શાળાના પટાંગણમાં દર વખતની જેમ ઉત્સાહભેર કરવામાં આવી હતી. શાળામાં ધ્વાજારોહણ કાર્યક્રમ સવારે ૮.૪૫ કલાકે શાળાસંચાલક મંડળના પ્રમુખશ્રી શ્રી પી. એમ. ભાટી સાહેબના વરદ હસ્તે રાખવામાં  આવ્યુ હતું ધ્વાજારોહણ કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા હતા. હાજર રહેલ વિધાર્થીઓને પ્રમુખ સાહેબે ૬૩ વર્ષ પછી પણ જે સમસ્યાઓ રાષ્ટ્ર સમક્ષ આજે છે તેની સામે લડત આપવા માટે અપીલ કરી હતી અને ગણતંત્ર દિન નિમિત્તે સર્વ શાળા પરીવારને શુભેચ્છાઓ પાઠવી હતી ધ્વાજારોહણ કાર્યક્રમ પછી પ્રાથનાથી સાંસ્કૃતીક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. આ વખતે સાંસ્કૃતી કાર્યક્રમો માટે નવજીવન બી. એડ. કોલેજના તાલીમાર્થી ભાઈઓ તથા બહેનોએ બાળકોને વિશેષ માર્ગદર્શન આપીને તૈયાર કર્યા હતા કાર્યક્રમોમાં રાજેસ્થાની નૃત્ય, વ્યશન મુક્તી અંગે નાટક,રાષ્ટ્રભક્તી ગીતો, ગીત પર અભિનય નૃત્ય વગેરે રાખવામાં આવ્યા હતા છેલ્લે શ્રી મયુરભાઈ દવેએ ઉજવણી પ્રસંગે  હાજર રહેલ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું

Image 1 Image 2 Image 3
 

Date:  26/01/2013

Place:  ડીસા

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ઉજવણી

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ઉજવણી

ઉજવણી

ભારતના આધ્યાત્મિક યુગપુરુષ સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મજયંતી અંતર્ગત ૧૨ જાન્યુઆરી ૨૦૧૩થી ૧૨ જાન્યુઆરી ૨૦૧૪ સુધી ચાલનારા સ્વામી વિવેકાનંદ સાર્ધશતી સમારોહના આયોજન હેઠળ શનિવારે શાળાના વિધાર્થીઓ દ્વારા પ્રાર્થના સભામાંવાર્તાલાપ ગોઠવવામાં આવ્યો હતો પ્રાર્થના સભામાં વિધાર્થીઓએ સ્વામીજીના જીવનપ્રસંગો પર વાતો કરી હતી તથા નવજીવન બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ પણ બાળકોને પ્રેરણા મળે તે માટે સરસ વતો કરી હતી. ત્યાર પછી શાળા સંચાલક મંડળ જાગૃતિ ટ્રસ્ટ દ્વાર આયોજીત પ્રચાર-પ્રસાર રેલીમાં જોડાઈ નરા લગાવતા ડીસાના નગરજનોની હાજરીમાં શોભાયાત્રા સવારે-૧૦.૦૦ કલાકે નગરના સરદાર બાગ પાસે આવેલ સ્વામીજીની પ્રતિમાને હારારોપણ કર્યા હતા.આ વખતે શહેરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા. બાદ દરેક વર્ણના ઉમટેલા લોકોની હાજરીમાં શહેરમાં શોભાયાત્રા ફરી વળી હતી. વિદ્યાર્થીઓ સ્વામીજીના આદર્શના રસ્તે ચાલવા શહેરમાં નીકળ્યા હતા. ત્યાર પછી ટ્રસ્ટના કાર્યાલય ખાતેના વિશાળ હોલમાં શાળાના વિશાર્થીઓ તથા જાગૃતિ કન્યા વિધાલયની કન્યાઓ દ્વાર સંચાલક મંડળના પ્રમુખશ્રી ડો. પી.એચ.ભાટી સાહેબ, નિયામકશ્રી શ્રી અશ્ર્વિનભાઈ પરમાર, શ્રી હરીભાઈ દેસાઈ ,શ્રી વિનુંભાઈ પટેલ બન્ને શાળાના કર્મચારીઓ અને બી.એડ.કોલેજના તાલીમાર્થીઓની હાજરીમાં ચિંતન સભા રાખવામાં આવી હતી. જેમાં સ્વામીજીના જીવન પ્રસંગો પર વાતો થઈ હતી અને વિધાર્થીઓને સ્વામીવિવેકાનંદનોવિશ્વાસ આધુનિક યુવા પેઢી પર હતો અને યુવાનોમાંથી નિ:સ્વાર્થ કાર્યકર્તાઓને શોધી તેઓ દ્વારા સિહગર્જના કરીને ભારતની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવાની આશા વ્યક્ત કરાઈ હતી. એક પ્રખર દેશભકત, રાષ્ટ્ર નિર્માતા વિદેશી શાસનના કારણે ક્ષીણ થયેલ શકિત, પરાજિત મન તથા આત્મગ્લાનીથી ગ્રસ્ત સમાજમાંરાષ્ટ્રવાદી વિચારોનું પુન: સંચાર કરનાર શ્રીરામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્યસ્વામી વિવેકાનંદને પોતાનો આદર્શ બનાવવા હાકલ કરવામાં આવી હતી�




સ્થળ : ડીસા
તારીખ : 12/01/2013