સંદેશ

 

આચાર્યશ્રીનો સંદેશ


શાળાએ વિદ્યાનું મંદિર છે. શાળા એક વિશિષ્ટ પ્રણાલી છે. જ્યાં શિક્ષણ,સંસ્કૃતિ,સંસ્કાર અને સભ્યતાનું સિંચન થાય છે. શાળાની આગવી પ્રણાલી છે. જેની સવિસ્તાર માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. શાળામાં સાંસ્કૃતિક અને ઇતર પ્રવૃતિઓ, પરીક્ષાનું આયોજન, ઉત્સવ ઉજવણી, શૈક્ષણિક પ્રવાસના આયોજનનો સમાવેશ કરવામાં આવે છે. શાળામાં પરિવારની ભાવનાને જાગૃત કરે એવા શાળાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે સેતુ સમાન છે.
શાળાએ પરંપરાગત પધ્ધતિથી શૈક્ષણિક અનુભવોની સાથે-સાથે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અદ્યતન શૈક્ષણિક પધ્ધતિ, પ્રયુક્તિના અભિગમના ઉપયોગની શરૂઆત કરી દીધી છે. જેનું સમગ્ર સંચાલન વિષય શિક્ષકો દ્વારા જ થાય છે. અમારી શાળાના શિક્ષકો આ સમગ્ર જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે.
શાળાના બાળકોને માત્ર પુસ્તકીયુ જ્ઞાન જ નથી અપાતું પરંતુ બાળકો સર્વાંગી વિકાસ થાય એ હેતુને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ-પ્રયુક્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આજે જીવન મુલ્યોનું વિઘટન ખૂબ જ ઝડપથી થઇ રહયું છે.તથા સામાજિક જીવનમાં અરાજકર્તા ભરી સ્થિતિ દિવસે દિવસે વધતી જાય છે. આવા સમયમાં શાળા જ બાળકો માં સંસ્કાર નિમાર્ણ અને આદર્શ માનવનું નિમાર્ણ કરી શકે છે.
આજના શિક્ષણમાં સાધનો વધ્યા છે. ઇમારતો વિકસી છે. ભણાવવાની ટેકનિકો વધી છે. ભણાવનારાઓની સંખ્યા વધી છે. અભ્યાસક્રમોની સંખ્યા પણ વૃધ્ધિ પામી છે.પંરતુ આમ છતાં સાચું શિક્ષણ જાણે કે ખોવાઇ ગયુ છે. ત્યારે એક સાચો શિક્ષક પોતાનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તેમની ઉંમર પ્રમાણે શિક્ષણ સાથે માર્ગદર્શન આપીને જીવન માટે તૈયાર કરે છે. પાઠય પુસ્તકોનું જ્ઞાન આપવાની સાથે સાથે એક નિષ્ઠાવાન શિક્ષક કે શિક્ષિકા પોતાનાં બાળકોને માનવીય મુલ્યો અને જીવનના આદર્શ પૂરા પાડે એ પણ આજના પ્રવર્તમાન યુગમાં એટલુ જ જરૂરી છે.
શ્રી નયનકુમાર એ.પરમાર આચાર્યશ્રી, પંચશીલ હાઈસ્કુલ,ડીસા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો