સ્પોટર્સ ક્લબ પાસે, જુના બસ સ્ટેશન રોડ,ડીસા ફોન નંબર - 02744 220982 (http://www.panchshildeesa.org/)
પૃષ્ઠો
- હોમ
- શાળાનું પરીણામ
- ટ્રસ્ટની માહિતી
- શાળામાં પ્રવેશના નિયમો
- વિધાર્થીઓની માહિતી
- ઈ - સમાચાર જોવા ક્લિંક કરો
- શિષ્ત-આચારસહિંતા
- શાળાના સુકાનીયો
- રજાયાદી
- સમય પત્રક
- શાળાના તેજસ્વી તારલાઓ
- શાળાના દસ્તાવેજો
- સંપર્ક માહિતી
- શાળાની સુવિધાઓ
- શાળા વિશે માહિતી
- સંદેશ
- કર્મચારીઓ
- સાઇટ મૅપ
- શાળા આયોજન
- વાર્ષિક આયોજન
- કર્મચારીઓની ફરજો તથા કાર્યો
શાળા ની સગવડો
શાળાની સુવિધાઓ
શાળા નું નામ
|
પંચશીલ વિદ્યાલય, ડીસા
|
સ્થાપના તારીખ
|
૩૧/૧૨/૧૯૫૪
|
ઉપાડ અધિકારી નું નામ
|
જિલ્લા
શિક્ષણાધિકારી,બનાસકાંઠા , પાલનપુર
|
એસ.વી.એસ.
|
મહર્ષી કણાદ શાળા વિકાસ
સંકુલ, ડીસા
|
શાળા માં ચાલતા ધોરણો
|
૯ થી ૧૨
|
આચાર્ય શ્રી નું નામ
|
શ્રી.નયનકુમાર અરજણજી . પરમાર
|
ક્યુ.ડી.સી..નું નામ
|
પંચશીલ ક્યુ.ડી.સી..
|
શાળા મંડળનું નામ
|
જાગૃતિ ટ્રસ્ટ
બનાસકાંઠા , ડીસા
|
શાળા ની રજીસ્ટર સંખ્યા
|
કુમાર :- કન્યા :- કુલ :-
|
શિક્ષણ નું માધ્યમ
|
ગુજરાતી
|
શાળા માં ઉપલબ્ધ ઓરડા
|
૦૫ +૧
|
શાળા નું ક્ષેત્રફળ
|
૪૦૦૦ ચો.ફૂટ
|
શૌચાલય
|
ભાઈઓ :- ૨ બહેનો :- ૧
|
મુતરડી
|
કુમાર :૫ કન્યા :-૩
|
પાણીની ની સુવિધા
|
પાણી ની ટાંકી
|
વિજ્ઞાન પ્રયોગશાળા
|
હા ધો.૯ થી ૧૦
માટે
|
શાળા પુસ્તકાલય
|
હા ધો.૯ થી ૧૨
માટે
|
નામાંકન /સ્થાયીકરણ
|
૧૦૦ %
|
કમ્પ્યુટર લેબ
|
હા ,
|
વિવિધ સ્પર્ધાઓ
|
વકૃત્વ સ્પર્ધા
,નિબંધ સ્પર્ધ,કિત્ર સ્પર્ધ,સાંસ્કૃતિક કાર્યક્રમ
|
ઉજવણી
|
રાષ્ટ્રીય તહેવાર ની ઉજવણી, ઉતરાયણ, હોળી, નવરાત્રી, જન જાગૃતિ રેલી, ચિતન
બેઠ્ક
|
સંમેલન
|
વાલી સંમેલન
,મહિલા સંમેલન
|
પ્રવાસ –પર્યટન
|
જાસોર
|
શાળા ઈ-મેલ
|
panchshildeesa@ gmail. com
|
શાળા વેબ પેઝ
|
www. Panchshildeesa.org
|
ઈન્ટરનેટ સુવિધા
|
શાળામાં વાઈફાઈ
ની સુવિધા
|
કોમ્પ્યુટર
|
૧૨ કોપ્યુટર
|
ટી.વી.
|
૧. =૨૦ ઈચ , ૨.
૪૨ ઈચ
|
એલ.સી.ડી. પ્રોજેકટર
|
૨
|
સ્માર્ટ ક્લાસ
|
સુવિધા છે
|
મલ્ટીમિડીયા
|
સુવિધા છે
|
ટેલિફોન
|
૦૨૭૪૪ – ૨૨૦૯૮૨
|
પંખા
|
૨૦
|
શાળા પરિચય
પંચશીલ
વિદ્યાલય,ડીસા
બનાસકાંઠા
જિલ્લાના મધ્યભાગમાં વસેલ ઐતિહાસિક અને વેપારી નગરી ડીસા શહેરના મધ્યભાગમાં ગાયત્રી મંદિરથી શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર
સ્પોટર્સ કલબની નજીક શાળાનું મકાન આવેલ છે.
શાળાથી આગળ જતાં ડીસા શહેરનું મુળ જુનુ બસ
સ્ટેશન આવેલ છે. શાળાના મકાનથી પશ્ચિમ-વાયવ્યમાં જિલ્લાના મધ્યમાંથી પસાર થતી ઉતર ગુજરાતની મોટીનદી બનાસ નદી વહે છે. બનાસનાં
નિર્મળ જળથી ડીસા અને આજુબાજુનો વિસ્તાર પોષણ
મેળવી પૂર્ણ વિકાસ પામેલ છે. શાળાનું મકાન પૂર્વમુખી
છે. જેથી ઉગતા સુર્યનાં કોમળ કિરણો સીધા શાળાના વર્ગખંડો સુધી પહોચે છે. શાળાની ઈમારતમાં નાનામોટાં થઈને બાર ઓરડા છે. જે
પૈકી પાંચ ઓરડામાં શાળા
ચાલે છે. આ મકાનમાં સને 1983થી માધ્યમિક શાળા ચાલે છે. બાકીના મકાનમાં અનુસુચિત જાતિના 50 જેટલાં
વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને કેળવણીના પાઠ
શીખે તેમને રહેવા-જમવાની અને પુરક સગવડો વિના મુલ્યે ટ્રસ્ટ દ્વારા
પુરી પાડવામાં આવે છે.
શાળામાં
સમાજના
આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી કેળવણીનાં
અંગો જેવાકે, ભાષા.સંસ્કૃતિ અને લલિતકળા,નૃત્ય,વ્યાયામ
અને રમતગમત વ્યકિતત્વ વિકાસ,સામાજીક
મુલ્યો વગેરેનું જ્ઞાન મેળવી સમાજમાં જાય છે.
શાળા વર્ષ દરમ્યાન રાષ્ટ્રના નેતાઓ,સંતો અને સમાજ સુધારકોની જન્મ જયંતિ દિને ઉજવણી વિશેષ રીતે કરે છે. અને ડીસા શહેરમાં પ્રસાર-પ્રચાર
રેલી મુખ્ય માર્ગો પર નીકળી સમાજમાં જનજાગૃતિ
માટે હમેશા પ્રયત્નશીલ રહેશે.
જાગ્રુતિ ટ્રસ્ટ નો પરીચય
જાગ્રુતિ
ટ્રસ્ટ બનાસકાંઠા, ડીસા નો ટુંકમાં પરીચય
સ્વતંત્ર્યતા
મળી તે સમયે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વઘુ હતું. દેશના મોટા
ભાગની જન સંખ્યા અક્ષરજ્ઞાન થી વંચીત હતી.સને ૧૯૬૦માં ભાષા આઘારીત ગુજરાત રાજયની સ્થા૫ના કરવામાં આવી ત્યારે ગુજરાતમાં ૫ણ
શિક્ષણનો દર ઘણો ઓછો હતો. તેમાં પણ બનાસકાંઠા
જિલ્લો શિક્ષણમાં વઘુ ૫છાત ગણાતો હતો. પાડોશી જિલ્લા
મહેસાણામાં ગાયકવાડના સમયથી શિક્ષણનું પ્રમાણ સારું એવું હતું. અને શિક્ષણ આ૫તી ખાનગી સંસ્થાઓ તે વખતથી કાર્યરત હતી. તેના
પ્રમાણમાં બનસકાંઠા જિલ્લામાં શિક્ષણ આપતી સંસ્થાઓ
ઘણી ઓછી હતી જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને
શિક્ષણ માટે પોતાના ગામેથી ચાલેને બીજે ગામ જવુ પડતું હતું અને શિક્ષણ આપતી શાળાઓ પણ આંગળીના વેઢે ગણી શકય એટ્લી જ હતી,
ત્યારે
બનસકાંઠા જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધે અને
છેવાડાના વ્યકિતને પણ પોતાના ગામમાં જ શિક્ષણ મળી રહે
તે હેતુથી તેમાં પણ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને વિના
મૂલ્યે શિક્ષણ મળી રહે તે આશયથી જાગૃતિ
ટ્રસ્ટ,બનાસકાંઠા, ડીસાના
સ્થાપક અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી માન. શ્રી દોલતભાઈ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એક સરખી વિચારસરણીવાળા વ્યકિતઓ એકઠા થઈ તા.
૮-૧૧-૧૯૭૬ ના રોજ “જાગૃતિ “સંસ્થાનું
બંધારણ તૈયાર કરી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી ,મહેસાણા
પ્રદેશ, મહેસાણાને મોકલી આપવામાં આવ્યું હતું. અને તે વખતે સંસ્થાનો મુખ્ય ઉદેશ દરેક વ્યકિતને કોઈપણ જાતના ભેદભાવ વિના
જાતિ, લિંગ કે ધર્મના
ભેદભાવ વિના સમાજના આર્થીક અને સમાજીક રીતે નબળા વર્ગોના બાળકોને વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય,
કૃષિ,ઉધોગ,
સંસ્ક્રૃતિ
અને સહાય અને રમતગમત ક્ષેત્રે કેળવણી અને તાલીમ,સંશોઘનની
તકો પુરી પાડવામાં આવશે. આમ આ સંસ્થા “જાગૃતિ ટ્રસ્ટ “ના
નામે નોધણી નં- E-191બનાસકાંઠા
તા. ૨૮-૧૨-૧૯૭૬થી નોંધવામાં
આવેલ છે. તે વખતે જે ધ્યેયો નક્કી કરવામાં આવ્યા હતા તે માન.
શ્રી
દોલતભાઈ પરમાર સાહેબના પ્રત્યક્ષ માર્ગર્શન હેઠળ સિધ્ધ કરીને સતત શિક્ષણની જ્યોત ચાલુ રાખી છે. જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠા ,ડીસા
દ્વારા જિલ્લામાં જુદાજુદા સ્થળે પ્રાથમિક
શાળાઓ,બાળવાડીઓ,આશ્રમ શાળાઓ,છાત્રાલયો,
માધ્યમિક
અને ઉચ્ચ. માધ્યમિક શાળાઓ અને આરોગ્ય સેવા માટે હોસ્પિટલ શરુ
કરવામાં
આવેલ છે. આ દરેક એકમમાં લાભાર્થીઓ નજીવા ખર્ચે લાભ મેળવે છે, આ સિવાય પણ સંસ્થા ડીસા શહેરમાં રાષ્ટ્રીય નેતાઓ , સંતોની
જન્મજ્યંતી અને પુન્યતિથીએ જન જાગૃતિ માટે શહેરમાં
પ્રચાર-પ્રસાર રેલીનું આયોજન કરે છે તથા સંસ્થા
ના મકાનમાં ચિંતન સભાનું આયોજન કરી તેમના વિચારો પર ચિંતન કરવામાં આવે છે.આ નિમિતે અલગ અલગ ક્ષેત્રની વિશેષ પ્રતિભાશાળી
વ્યકિતોને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે.
આમ મૂલ્ય આધારીત શિક્ષણ અને જન જાગૃતિ નું કર્ય
કરી સારા સમાજના નિર્માણ ઉમદા ફરજ અદા કરવા પ્રયત્નશીલ રહેશે.
સંસ્થા
દ્વારા શરુ કરવામાં આવેલ એકમોની યાદી :- (૦૧) પંચશીલ વિધાલય ,ડીસા ,તા-ડીસા
(૦૨) જાગૃતિ કન્યા વિધાલય, ડીસા ,તા-ડીસા
(૦૩) જાગૃતિ ઉતરબુનિયાદી વિધાલય ડાવસ ,તા-ડીસા
(૦૪) જાગૃતિ ઉતર બુનિયાદી વિધાલય,પીલુડા, તા-થરાદ
(૦૫) વિવેક ઉતર બુનિયાદી વિધાલય,રામસણ, તા-ડીસા
(૦૬) જાગૃતિ વિધમંદિર ,શેરપુરા , તા-ડીસા
( (૭) વિરભગતસિંહ કુમાર છાત્રાલય,ધાનેરા તા- ધાનેરા
(૦૮) જાગૃતિ કુમાર છાત્રાલય,શેરપુરા, તા-ડીસા
૦૯) નેતાજી સુભાષચંદ્ર બોઝ છાત્રાલય,પીલુડા, તા-થરાદ
(૧૦) જાગૃતિ કુમાર છાત્રાલય ડીસા ,તા-ડીસા
(૧૧) જાગૃતિ પ્રાથમિક શાળા ડીસા ,તા-ડીસા
(૧૨) જાગૃતિ કન્યા છાત્રાલય ડીસા ,તા-ડીસા
(૧૭) અનુસુચિત આશ્રમ શાળા,પીલુડા તા-થરાદ
(૧૮) જાગૃતિ ટ્રસ્ટના કર્મચારીઓની ધિરાણ મંડલી,ડાવસ, તા-ડીસા
૭) અનુસુચિત આશ્રમ શાળા,ડાવસ , તા-ડીસા
(૮) બાબાસાહેબ કુમાર છાત્રાલય,ડાવસ ,તા-ડીસા
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)