શાળામાં પ્રવેશના નિયમો

શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયાની માહિતી

 1. રજીસ્ટર થયેલી શાળામાંથી આવતા કોઈપણ વિદ્યાર્થીને ધર્મ,કોમ જ્ઞાતિ,ભાષા અથવા તે પૈકીના કોઈપણ ભેદભાવ વિના શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.
 2. શાળામાં પ્રવેશ મેળવતા માટે વિદ્યાર્થીના મા-બાપ અથવા વાલીએ પોતાના પાલ્યને પ્રવેશ અપાવવા માટે નિયત સમયમાં શાળામાંથી પ્રવેશ ફોર્મ ભરી જરૂરી આધારો સાથે શાળાના આચાર્યશ્રીને અસલ શાળા છોડયાના પ્રમાણપત્ર સાથે અરજી કરવાની રહેશે.
 3. ચેપીરોગથી પીડાતા કોઈપણ વિદ્યાર્થીને પોતે રોગમુકત છે તેવું તબીબી પ્રમાણપત્ર તેના વાલી શાળામાં રજુ ન કરે ત્યાં સુધી તેમના પાલ્યને શાળામાં હાજર રહેવા ની છુટ આપવામાં આવશે નહીં.
 4. શાળામાં શૈક્ષણિક વર્ષ શરૂ થયાથી એક માસ સુધી વર્ગની સગવડ ધ્યાને લઈ મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. વર્ગની અંદર વખતોવખત નકકી કરવામાં આવેલી સંખ્યા સુધીની મેરીટ ખાત્રી શાળાના નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે.
 5. અન્ય રાજયમાં આવેલી શાળામાંથી આવતા વિદ્યાર્થીને તેણે રજુ કરેલ શાળા છોડયાના પ્રમાણપત્ર ઉપર તે રાજયના શિક્ષણાધિકારીની સામી સહી કરી હશે તો જ શાળામાં દાખલ કરવામાં આવશે.
 6. અન્ય રાજયમાં આવેલી શાળામાંથી આ શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ આપવાના હેતુ માટે શાળાના વર્ગના સમાન ધોરણ માટે સરકારશ્રી નકકી કરે તે ફોર્મ્યુલા અનુસરી પ્રવેશ આપવામાં આવશે.
 7. અમાન્ય વર્ગ કે શાળામાંથી આવનાર વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં
 8. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર વિધાર્થીના પિતા-માતા ને લૈખિત અરજી કરે થી ત્રણ પછી આપવામાં આવશે, વિધાર્થી પોતે પુક્ત વયનો હશે તો તને પણ અરજી કરેથી આપવામાં આવશે.
 9. વિધાર્થીના સબંધીને સબંધ બાબતના પુરાવા રજુ કરેથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
 10. પ્રવેશ ફોર્મની સાથે આપેલ પ્રવેશના નિયમોનું વિધાર્થી અને તેના માતા-પિતા તેમજ વાલીએ ફરજીયાત પાલન કરવાનું રહેશે અનેજો પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેવા વિધાર્થીનું નામ શાળામાંથી કમી કરવા સુધીના પગલા શાળા લઈ શક્શે.

ફી સ્વીકારવાના નિયમો

 1. વાલીએ લેખીત અરજી સાથે દાખલ ફી શાળામાં ભરે જે તે વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે.
 2. શાળામાં દાખલફી,સત્ર ફી,શિક્ષણફીના દરો સરકારશ્રી જાહેર કરે તે પ્રમાણે રાખવામાં આવશે.
 3. બંન્ને સત્રની ફી એક સાથે પહેલાં સત્રમાં જમા કરાવવાની રહેશે
 4. સત્રફી દરેક વિદ્યાર્થીએ માસની દશ તારીખ પહેલાં પોતાના વર્ગના શિક્ષક પાસે જમા કરાવવાની રહેશે.
 5. નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ દાખલફી તથા અન્ય ફી શાળાના કાર્યાલયમાં જમા કરાવવાની રહેશે.
 6. શાળાની ફી રોકડથી જમા કરાવવાની રહેશે. ચેક સ્વીકારવામાં આવશે નહીં.
 7. મહીનાનાં અંત સુધી ફી ન ભરનાર વિદ્યાર્થીનું નામ વર્ગમાંથી કમી કરવામાં આવશે.
 8. શાળાની ફી બાકી હશે તેવા વિદ્યાર્થીને પરીક્ષા આપવાની મંજુરી મળશે નહી તથા આગળના ધોરણમાં જઈ શકશે નહીં.

ફીની માહિતી

- ફિનો દર 

શિક્ષણ ફી

ધોરણ-૯૬૦/-
ધોરણ-૧૦
ધોરણ-૧૧
ધોરણ-૧૨
૭૦/-
૮૦/-
૯૫/-
-

ફી ભરવાનો સમય

ઉનાળા / શિયાળા 11.30 થી 13.00

શાળાનો ગણવેશ

વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીનીઓ માટે
લેમન યલો કલરનું અડધી બોયનું શર્ટ તથા પ્લેન બ્લેક પેન્ટ તથા બ્લેક પટ્ટો,સફેદ સ્પોટર્સ શુઝ અને મોજા લેમન યલો કલરનું ટોપ (પંજાબી) તથા પ્લેન બ્લેક પાયજામો તથા બ્લેક કલરની ચુંદડી તથા સફેદ સ્પોટર્સ શુઝ અને મોજા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો