પંચશીલ
વિદ્યાલય,ડીસા
બનાસકાંઠા
જિલ્લાના મધ્યભાગમાં વસેલ ઐતિહાસિક અને વેપારી નગરી ડીસા શહેરના મધ્યભાગમાં ગાયત્રી મંદિરથી શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર
સ્પોટર્સ કલબની નજીક શાળાનું મકાન આવેલ છે.
શાળાથી આગળ જતાં ડીસા શહેરનું મુળ જુનુ બસ
સ્ટેશન આવેલ છે. શાળાના મકાનથી પશ્ચિમ-વાયવ્યમાં જિલ્લાના મધ્યમાંથી પસાર થતી ઉતર ગુજરાતની મોટીનદી બનાસ નદી વહે છે. બનાસનાં
નિર્મળ જળથી ડીસા અને આજુબાજુનો વિસ્તાર પોષણ
મેળવી પૂર્ણ વિકાસ પામેલ છે. શાળાનું મકાન પૂર્વમુખી
છે. જેથી ઉગતા સુર્યનાં કોમળ કિરણો સીધા શાળાના વર્ગખંડો સુધી પહોચે છે. શાળાની ઈમારતમાં નાનામોટાં થઈને બાર ઓરડા છે. જે
પૈકી પાંચ ઓરડામાં શાળા
ચાલે છે. આ મકાનમાં સને 1983થી માધ્યમિક શાળા ચાલે છે. બાકીના મકાનમાં અનુસુચિત જાતિના 50 જેટલાં
વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને કેળવણીના પાઠ
શીખે તેમને રહેવા-જમવાની અને પુરક સગવડો વિના મુલ્યે ટ્રસ્ટ દ્વારા
પુરી પાડવામાં આવે છે.
શાળામાં
સમાજના
આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી કેળવણીનાં
અંગો જેવાકે, ભાષા.સંસ્કૃતિ અને લલિતકળા,નૃત્ય,વ્યાયામ
અને રમતગમત વ્યકિતત્વ વિકાસ,સામાજીક
મુલ્યો વગેરેનું જ્ઞાન મેળવી સમાજમાં જાય છે.
શાળા વર્ષ દરમ્યાન રાષ્ટ્રના નેતાઓ,સંતો અને સમાજ સુધારકોની જન્મ જયંતિ દિને ઉજવણી વિશેષ રીતે કરે છે. અને ડીસા શહેરમાં પ્રસાર-પ્રચાર
રેલી મુખ્ય માર્ગો પર નીકળી સમાજમાં જનજાગૃતિ
માટે હમેશા પ્રયત્નશીલ રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો